Saturday, August 22, 2026

હીલ્લી–લીલીની જોડી : નવનિર્માણથી નારોલ

 

હીલ્લી–લીલીની જોડી : નવનિર્માણથી નારોલ

લોકવાર્તાઓમાં ઘણી વાર એક નાનકડી ચિનગારી આખા પ્રદેશનો ઇતિહાસ બદલી નાખે છે. એવી જ એક ચિનગારી અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના મેસમાંથી નીકળી. વિદ્યાર્થીઓની મેસ ફીમાં વધારો થયો, અને ૨૦ ડિસેમ્બર ૧૯૭૩ના રોજ ઉઠેલો વિરોધ જાન્યુઆરી આવતાં આખા ગુજરાતમાં નવનિર્માણ આંદોલન બની ધગધગ્યો. શહેરોમાં કર્ફ્યૂ, ગોળીબાર અને અશાંતિ છવાઈ ગઈ. અનેક યુવાનો શહીદ થયા. અંતે ૯ ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે રાજીનામું આપ્યું અને ૧૬ માર્ચે વિધાનસભાનું વિસર્જન થતાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું.

હું તે વખતે ધોરણ–૯માં હતો. શાળાઓ બે મહિનાથી વધુ બંધ રહી. વાર્ષિક પરીક્ષાઓ રદ થઈ ગઈ અને અમને સામૂહિક રીતે આગળના ધોરણમાં ચડાવી દેવાયા. માત્ર મેટ્રિકની પરીક્ષા લેવાઈ અને તેમાં ગ્રેસ માર્ક્સ મળ્યા. શહેરનું ભણતર અટકી ગયું, એટલે અમારો રસ્તો ગામ તરફ વળી ગયો.

ખુશાલભાનું ઘર

અમારા ગામમાં પિતાના મોટાભાઈ ખુશાલભા રહેતા. ઘરમાં પત્ની કુંવરબા અને ત્રણ દીકરીઓ—હીરા, લીલા અને કમળા. ગરીબી એમના આંગણે કાયમી મહેમાન હતી.

ખુશાલભા ક્યારેક અમદાવાદની મિલમાં કામ કરતા, પણ ગામે પાછા ફર્યા પછી જીવન ઢળતું ગયું. જૂના કર્જ, ગીરવે ગયેલી જમીન અને નસીબની માર—છેવટે જમીન પરનો અધિકાર પણ ગયો. પછી ખુશાલભા ગામેગામ જૂના કપડાં વેચવાની ફેરી કરે; કુંવરબા ખેતરમાં દહાડીએ જાય; અને પાક ઊતરી જાય પછી ખેતરમાં વઢાયા પછી રહી ગયેલા દાણા હલો કરીને વીણી લાવે. એ દાણા જ એમના ઘરના ભાથામાં રોટલી બની ચડે.

ત્યારે રેશનની દુકાનો પણ ક્યાં સહેલી! ક્યારે માલ આવે, ક્યારે ખલાસ થઈ જાય—ગરીબને ખબર જ ન પડે. એટલે મજૂરીનું અનાજ જ એમનો સાચો આધાર.

ગામડાની ગરીબી માણસને વૃદ્ધ બનાવતી નહોતી; જુવાનીમાં જ ઘડપણ શીખવી દેતી.

હીલ્લી–લીલી

હીરા સોળ વર્ષની, લીલા બાર વર્ષની અને કમળા હજુ આઠ વર્ષની. હીરા મા સાથે મજૂરીએ જાય, રસોડું સંભાળે અને નાની બહેનોને ઉછેરે. લીલા તો એની પડછાયા જેવી. કુટુંબમાં સૌ એમને પ્રેમથી હીલ્લી–લીલી કહી બોલાવતા.

ખુશાલભાના મનમાં એક જ ચિંતા—“દીકરીને સારો ઘર મળે.”

અમારી મોટી ફૂઈ માણેકની દીકરી ભડાણા ગામે પરણેલી. ત્યાંથી વાત આવી—દિયર હીરાલાલ માટે. હીરી અને હીરો; નામનો મેળ પણ જાણે ભાગ્યે જ લખેલો. વાત પાકી થઈ.

પછી ખુશાલભાએ વિચાર્યું—“એક ખર્ચે બે કારજ.” એ જ ગામમાં નટુભાઈ નામનો સીધાસાદો યુવક મળ્યો અને લીલાનું સગપણ પણ ત્યાં જ નક્કી થયું. આમ હીલ્લી–લીલીની જોડી એક જ ગામે પરણવાની થઈ.

અખાત્રીજ—૨૫ એપ્રિલ ૧૯૭૪. ભટારિયા ગામમાં એક જ માંડવે બે બહેનોના લગ્ન થયા. ખુશાલભાએ ગરીબી વચ્ચે પણ હેતનો જમણવાર કર્યો. વિરમગામથી સામાન મંગાવ્યો. આજે પણ આંખ સામે એ દૃશ્ય તરવરે છે—ઉકળતા ચરુમાંથી શાક કાઢતાં કાંસાનું તાંસળું તૂટી ટુકડા થઈ ગયું હતું.

અણવરની મજા

હું હીરાબેનનો અણવર અને બળદેવભાઈ લીલાબેનનો. તે વખતે કન્યા ત્રણ કે પાંચ દિવસ સાસરે રોકાતી, એટલે અમને પણ ભડાણા ગામે રહેવાનો લહાવો મળ્યો.

અમે બંને તેર વર્ષના. મારા પાસે તો નવા કપડાં પણ નહોતા. ચાલીના પડોશી પ્રહલાદ પાસેથી રાજેશ ખન્ના સ્ટાઈલના બે શર્ટ ઉધાર લઈ ગયો હતો—ગોળ કોલર અને ગોળ કિનારીવાળા. એ જ અમારી ફેશન!

બનેવી હીરાલાલ અને તેમના મોટાભાઈ મોહન અમને સાળા તરીકે રાજાની જેમ રાખે. સવારે સેવની શીરીમણી, બપોરે સીરો અને રાત્રે ઘી છલકાતી ખીચડી—અણવર માટે એથી મોટું સ્વર્ગ શું હોય!

ભરવાડનું ગામ

દિવસભર અમે ગામના પાદર તળાવ પાસે રખડતા. ત્યાં પહેલી વાર રંગબેરંગી વસ્ત્રોમાં, હાથમાં ડાંગ લઈને ઢોરોને પાણી પીવડાવવા આવતા માણસો જોયા. મને અચરજ થયું. ગામમાં તો સૌ સફેદ કપડાં પહેરે!

પૂછતાં ખબર પડી—“એ ભરવાડ છે.”

ભડાણા ભરવાડોનું ગામ ગણાતું. એટલું કે ગામમાં શાંતિ રહે માટે બે તળાવ હતાં—એક ભરવાડોનું, બીજું પટેલોનું. પાણી પણ સમાજ પ્રમાણે વહેંચાતું, પણ રોજીંદા જીવનમાં સૌ એકબીજાની જરૂરિયાત બનતા.

એ સવારો…

ગામની સૌથી સુંદર યાદ કોઈ મેળાની નથી.

વહેલી સવારે મંદિરની ઘંટડી વાગે એ પહેલાં જ આખું ગામ જાગી જતું. ક્યાંક ગૃહિણીઓ ચૂલો સળગાવે, ક્યાંક પુરુષો દિશાએ જાય, ક્યાંક ખેડૂત ખેતર તરફ નીકળે. કોઈ ઉતાવળ નહીં, કોઈ માનસિક તાણ નહીં. વર્ષનું ચક્ર વાવેતર, લણણી અને વાઢણીથી ફરતું; બાકીના દિવસો જીવન ધીમે ધીમે વહેતું.

ગામમાં ઉંમર વર્ષોથી નહીં, દિવાળીઓથી માપાતી. જેણે વધુ દિવાળીઓ જોઈ હોય, તે મોટિયાર અને સૌના આદરનો અધિકારી.

કાકાનું હેત

હીરાબેન મારા પિતાને અત્યંત વ્હાલી. દીકરીનો પ્રસંગ આવે ત્યારે ગરીબી પણ તેમના હેત સામે નાની પડી જતી. હીરાના સીમંતમાં ચાંદીની ઝાંઝરી કરાવવા પૈસા ન હતા, ત્યારે તેમણે પોતાની આંગળીની વીંટી કપાવી દીધી અને પ્રસંગની લાજ રાખી હતી. એક વાર હીરાબેન તેમને ઘેર આવી ત્યારે જમવામાં લાપસીમાં, ઘરમાં ઘી ન હોવાથી મારી બાએ તેલ પીરસ્યું. હીરા જમીને નીકળ્યા પછી મારા પિતાને વાતની ખબર પડી. તેઓ તરત મારતી રીક્ષાએ બહેનને પાછી બોલાવી લાવ્યા, બજારમાંથી ઘી મંગાવ્યું અને ઘીવાળી લાપસી ફરી પીરસી. દીકરીએ ઘીનો કોળિયો લીધો પછી જ તેમના જીવને જંપ વળ્યો. એવા હતા અમારા પિતા ખેમચંદ વાલજી—ગરીબ જરૂર, પણ દીકરીના માનમાં કદી ગરીબ નહીં.

બાવન વર્ષ પછી

સમય પાંખો લગાવી ઉડી ગયો.

આજે બાવન વર્ષ પછી હીરાબેનના ઘેર જવાનું થયું. સવારે ઊઠ્યો ત્યારે કોઈ યોજના નહોતી. ઉજ્જવલને રજા હતી, મારે ડેન્ટલ હોસ્પિટલ જવાનું હતું. અચાનક મન બોલ્યું—“ચાલ, નારોલ જઈ આવીએ.”

ના ઉજ્જવલને કહ્યું, ના લક્ષ્મીને. બસ, ગૂગલ ચાલુ કર્યું.

પણ ગૂગલે પણ જાણે લોકવાર્તાનો રસ લીધો. પૂજા નગરને બદલે પૂજા ફાર્મ પહોંચાડી દીધા. પછી પોલીસ ચોકી, પછી ખોટો ડી–૬ નંબર, પછી સાત માળિયા, પછી લક્ષ્મીપરા… અંતે ખબર પડી—ચામુંડાનગર, બી બ્લોક, પહેલો માળ, મકાન નંબર ૧૦૬.

ભાણી રમિલા નીચે લેવા ઊભી હતી.

હીરાલાલ બીમારીમાંથી સાજા થઈ રહ્યા હતા. બીપી વધી જતાં છ બાટલા ચડાવવાના આવ્યા હતા. વાતોમાં હૂંફ હતી, પણ ચહેરા પર ઉંમરનો થાક દેખાતો હતો. એટલામાં રમિલાનો ફોન ગયો અને હીરાબેન એલ.જી. હોસ્પિટલમાંથી દોડી આવી. ભાઈને જોઈને એની આંખો ભીની થઈ ગઈ.

ચુંવાળની દીકરી ભાઈના ઓવારણા ન લે ત્યાં સુધી મળાપ અધૂરો જ રહે.

અમીયાપુર

હીરાબેન શું કહે? ઘર તરફ નજર કરી કહે, 

“ભાઈ, હવે આટલે પહોંચ્યા.”

એક BHK. લગભગ ત્રીસ ચોરસ મીટર. પ્રધાનમંત્રી ઝૂંપડા પુનર્વસન યોજનાનું મકાન. તેમણે નારોલની ઝૂંપડપટ્ટીમાં ચાલીસ વર્ષ કાઢ્યાં. એક વખત દીકરીના લગ્નમાં છાપરાને આગ લાગી અને જે હતું તે પણ રાખ થઈ ગયું. વર્ષો મજૂરી કરી. છેલ્લે પ્રધાનમંત્રી પુનર્વસન યોજનામાં વસાહત મંજૂર થતાં, ઝૂંપડા ખાલી કર્યા. પાંચ વર્ષ ભાડે રહ્યા; બિલ્ડર દર મહિને છ હજાર આપતો રહ્યો. અને હવે પાંચ મહિના થયા, આ નાનકડા ફ્લેટમાં એમનું આખું અમીયાપુર વસ્યું છે. બાવન વર્ષની ગરીબીની જીવન સંઘર્ષ યાત્રાનું પરિણામ. 

એમના અંતરમાંથી સહજ શબ્દ નીકળ્યા—

“મોદી સાહેબ ઝિંદાબાદ.”

હું ગરીબના હૈયામાં ઘર મળ્યાનો હરખ સાંભળતો હતો.

ઘર મળ્યું, ઘરપણું હજી બાકી

સરકાર પણ કેવી! માથે છત આપી, પણ ઘરમાં પાણી પહોંચાડવાનું ભૂલી ગઈ. વસાહત માટે બિલ્ડરે એક બોર તો બનાવ્યો, પણ તેનું વીજળીનું ₹૮૪,૦૦૦નું બિલ ભરવાનું બાકી છે. હવે વસાહતીઓ પોતે ઉઘરાણું કરીને એ રકમ ભેગી કરવા મથે છે, પણ હજી મેળ પડ્યો નથી. ઉપરથી દર મહિને મેઈન્ટેનન્સનું ઉઘરાણું અલગ. ત્રણ મહિનાથી સૌ દોડધામ કરે છે, પણ બિલ્ડર સોસાયટીની નોંધણીની કામગીરી પૂરી કરી આપતો નથી. નિરક્ષર કે અલ્પશિક્ષિત આ વસાહતીઓ માટે વરસોની ઝૂંપડપટ્ટી પછી મળેલું ઘર આનંદનો પ્રસંગ બનવું જોઈએ; પણ પાણી, વીજળી, મેઈન્ટેનન્સ અને નોંધણીની ચિંતા એ આનંદને ધીમે ધીમે નંદાવી રહી છે. છત તો મળી, હવે ઘરપણું ક્યારે મળશે એની રાહ છે.

ઘણી ખમ્મા

મારા પિતાને અમદાવાદમાં પોતાનું પચાસ ચોરસ મીટરનું ઘર મેળવતાં છપ્પન વર્ષ લાગ્યાં હતાં. એ સંઘર્ષ મેં જોયો હતો. એટલે હીરાબેન અને હીરાલાલે ગરીબીની કેટલી અગ્નિપરીક્ષા આપી હશે, એ સમજવામાં મને વાર ન લાગી.

આખું આયખું મજૂરી કરવી. સંતાનો ઉછેરવા. પરણાવવા. સીમંત સાચવવા. બીમારી સામે ઊભા રહેવું. મહેમાનગતિ નિભાવવી. અને આ બધામાં સંસ્કાર, ચારિત્ર્ય અને પિયરની લાજ કદી ન છોડવી.

હીલ્લી–લીલીની જોડીમાંથી આજે એક વૃદ્ધ બહેન સામે બેઠી હતી; પરંતુ એની આંખોમાં હજુ એ જ સોળ વર્ષની હીરા ઝળહળતી હતી.

મારા મનમાંથી માત્ર એક જ શબ્દ નીકળ્યો—

ઘણી ખમ્મા, બહેન.

૨૨ ઓગસ્ટ ૨૦૨૬


हिल्ली–लीली की जोड़ी 

नवनिर्माण से नारोल 

लोककथाओं में अक्सर एक छोटी-सी चिंगारी पूरे प्रदेश का इतिहास बदल देती है। ऐसी ही एक चिंगारी अहमदाबाद की एल.डी. इंजीनियरिंग कॉलेज की मेस से निकली। विद्यार्थियों की मेस फीस बढ़ी और २० दिसंबर १९७३ को उठा विरोध जनवरी आते-आते पूरे गुजरात में नवनिर्माण आंदोलन बनकर धधक उठा। शहरों में कर्फ्यू, गोलीबारी और अशांति छा गई। अनेक युवा मारे गए। अंततः ९ फरवरी को मुख्यमंत्री चिमनभाई पटेल ने इस्तीफा दिया और १६ मार्च को विधानसभा के विघटन के साथ राज्य में राष्ट्रपति शासन लग गया।

मैं उस समय कक्षा–९ में था। स्कूल दो महीने से अधिक समय तक बंद रहे। वार्षिक परीक्षाएँ रद्द हो गईं और हमें सामूहिक रूप से अगली कक्षा में पहुँचा दिया गया। केवल मैट्रिक की परीक्षा हुई और उसमें ग्रेस मार्क्स दिए गए। शहर की पढ़ाई रुक गई, इसलिए हमारा रास्ता गाँव की ओर मुड़ गया।

खुशालभा का घर

हमारे गाँव में पिता के बड़े भाई खुशालभा रहते थे। घर में उनकी पत्नी कुंवरबा और तीन बेटियाँ—हीरा, लीला और कमला। गरीबी उनके आँगन की स्थायी मेहमान थी।

खुशालभा कभी अहमदाबाद की मिल में काम करते थे, लेकिन गाँव लौटने के बाद जीवन ढलता चला गया। पुराने कर्ज, गिरवी पड़ी जमीन और किस्मत की मार—आखिर जमीन पर उनका अधिकार भी चला गया। फिर खुशालभा गाँव-गाँव पुराने कपड़े बेचने की फेरी करते; कुंवरबा खेत में दिहाड़ी पर जातीं; और फसल कट जाने के बाद खेत में बच गए दानों को हँसिया चलाकर बीन लातीं। वही दाने उनके घर के भात में रोटी बनकर चढ़ते।

तब राशन की दुकानें भी कहाँ आसान थीं! कब माल आए, कब खत्म हो जाए—गरीब को पता ही न चले। इसलिए मजदूरी में मिला अनाज ही उनका असली सहारा था।

गाँव की गरीबी आदमी को बूढ़ा नहीं करती थी; जवानी में ही बुढ़ापा सिखा देती थी।

हिल्ली–लीली

हीरा सोलह साल की, लीला बारह साल की और कमला अभी आठ साल की थी। हीरा माँ के साथ मजदूरी पर जाती, रसोई संभालती और छोटी बहनों को पालती। लीला तो उसकी परछाईं जैसी थी। परिवार में सब उन्हें प्यार से हिल्ली–लीली कहकर बुलाते थे।

खुशालभा के मन में एक ही चिंता थी—“बेटी को अच्छा घर मिल जाए।”

हमारी बड़ी फूई माणेक की बेटी भड़ाणा गाँव में ब्याही थी। वहीं से बात आई—देवर हीरालाल के लिए। हीरी और हीरो; नाम का मेल भी जैसे भाग्य ने ही लिखा हो। बात पक्की हो गई।

फिर खुशालभा ने सोचा—“एक खर्च में दो काम हो जाएँ तो अच्छा।” उसी गाँव में नटुभाई नाम का एक सीधा-सादा युवक मिला और लीला का रिश्ता भी वहीं तय कर दिया गया। इस तरह हिल्ली–लीली की जोड़ी एक ही गाँव में ब्याहने वाली हुई।

अखातीज—२५ अप्रैल १९७४। भटारिया गाँव में एक ही मंडप से दोनों बहनों की शादी हुई। खुशालभा ने गरीबी के बीच भी प्रेम से भोज कराया। विरमगाम से सामान मंगवाया। आज भी आँखों के सामने वह दृश्य तैरता है—उबलते चूल्हे से सब्जी निकालते समय काँसे का तांसला टूटकर टुकड़े-टुकड़े हो गया था।

अणवर की मौज

मैं हीराबेन का अणवर और बलदेवभाई लीलाबेन के। उन दिनों दुल्हन को तीन या पाँच दिन ससुराल में रुकना होता था, इसलिए हमें भी भड़ाणा गाँव में रहने का मौका मिला।

हम दोनों तेरह साल के थे। मेरे पास तो नए कपड़े भी नहीं थे। चाली के पड़ोसी प्रह्लाद से राजेश खन्ना स्टाइल की दो कमीजें उधार लेकर गया था—गोल कॉलर और गोल किनारी वाली। वही हमारी फैशन थी!

बनवीर हीरालाल और उनके बड़े भाई मोहन हमें साले के नाते राजा की तरह रखते। सुबह सेव की शीरीमणी, दोपहर में सीरा और रात को घी से छलकती खिचड़ी—अणवर के लिए इससे बड़ा स्वर्ग और क्या होता!

भरवाड़ों का गाँव

दिनभर हम गाँव के बाहर तालाब के पास घूमते रहते। वहाँ पहली बार रंग-बिरंगे कपड़े पहने, हाथ में डंडा लिए मवेशियों को पानी पिलाने आते लोगों को देखा। मुझे बड़ा आश्चर्य हुआ। गाँव में तो सब सफेद कपड़े ही पहनते थे!

पूछने पर पता चला—“ये भरवाड़ हैं।”

भड़ाणा भरवाड़ों का गाँव माना जाता था। यहाँ तक कि गाँव में शांति बनी रहे, इसलिए दो तालाब थे—एक भरवाड़ों का और दूसरा पटेलों का। पानी भी समाज के अनुसार बँटा हुआ था, लेकिन रोजमर्रा के जीवन में सब एक-दूसरे की जरूरत बने रहते थे।

वे सुबहें…

गाँव की सबसे सुंदर याद किसी मेले की नहीं है।

सुबह मंदिर की घंटी बजने से पहले ही पूरा गाँव जाग जाता था। कहीं गृहिणियाँ चूल्हा जलातीं, कहीं पुरुष दिशा-मैदान को जाते, कहीं किसान खेत की ओर निकलते। कोई जल्दबाजी नहीं, कोई मानसिक तनाव नहीं। साल का चक्र बुवाई, कटाई और फसल समेटने से चलता; बाकी दिन जीवन धीरे-धीरे बहता रहता।

गाँव में उम्र वर्षों से नहीं, दिवालियों से मापी जाती थी। जिसने अधिक दिवालियाँ देखी हों, वह मोटियार कहलाता और सबके सम्मान का अधिकारी होता।

चाचा का स्नेह

हीराबेन मेरे पिता को बहुत प्यारी थीं। बेटी का कोई प्रसंग आता तो गरीबी भी उनके स्नेह के सामने छोटी पड़ जाती। हीरा के सीमंत में चाँदी की झाँझरी बनवाने के लिए पैसे नहीं थे, तो उन्होंने अपनी उँगली की सोने की अंगूठी कटवा दी और भतीजी के प्रसंग की लाज रखी।

एक बार हीराबेन उनसे मिलने घर आईं। भोजन में लापसी बनी थी, लेकिन घर में घी नहीं था, इसलिए मेरी बा ने तेल परोस दिया। हीरा के भोजन करके निकल जाने के बाद मेरे पिता को इसकी खबर हुई। वे तुरंत दौड़ती रिक्शा से बहन को वापस बुलाकर लाए, बाजार से घी मंगवाया और घी वाली लापसी फिर परोसी। बेटी ने घी का पहला कौर खा लिया, तभी उनके मन को चैन आया।

ऐसे थे हमारे पिता खेमचंद वालजी—गरीब जरूर, लेकिन परिवार की बेटीयों के मान-सम्मान में कभी गरीब नहीं।

बावन साल बाद

समय पंख लगाकर उड़ गया।

आज बावन साल बाद हीराबेन के घर जाना हुआ। सुबह उठा तो कोई योजना नहीं थी। उज्ज्वल की छुट्टी थी, मुझे डेंटल अस्पताल जाना था। अचानक मन ने कहा—“चल, नरोड़ होकर आते हैं।”

न उज्ज्वल को बताया, न लक्ष्मी को। बस गूगल चालू किया।

लेकिन गूगल ने भी जैसे लोककथा का रस ले लिया। पूजा नगर के बजाय पूजा फार्म पहुँचा दिया। फिर पुलिस चौकी, फिर गलत डी–६ नंबर, फिर सात मंजिल, फिर लक्ष्मीपरा… आखिर पता चला—चामुंडानगर, बी ब्लॉक, पहली मंजिल, मकान नंबर १०६।

भांजी रमिला नीचे लेने खड़ी थी।

हीरालाल बीमारी से उबर रहे थे। बीपी बढ़ जाने पर उन्हें छह बोतलें चढ़ानी पड़ी थीं। बातों में अपनापन था, लेकिन चेहरे पर उम्र की थकान दिखाई देती थी। तभी रमिला का फोन गया और हीराबेन एल.जी. अस्पताल से दौड़ी चली आईं। भाई को देखकर उनकी आँखें भर आईं।

चुँवाळ की बेटी भाई के ओवारणे न ले, तब तक मिलना अधूरा ही रहता है।

अमीयापुर

हीराबेन क्या कहें? घर की ओर देखते हुए बोलीं,

“भाई, अब यहाँ तक पहुँच गए।”

एक बीएचके। लगभग तीस वर्गमीटर। प्रधानमंत्री झुग्गी पुनर्वास योजना का मकान। उन्होंने नरोड़ की झुग्गी बस्ती में चालीस साल गुजार दिए। एक बार बेटी की शादी के दौरान झोंपड़े में आग लग गई और जो कुछ था, वह भी राख हो गया। वर्षों मजदूरी की। आखिर प्रधानमंत्री पुनर्वास योजना में बस्ती मंजूर हुई तो झोंपड़े खाली किए। पाँच साल किराए पर रहे; बिल्डर हर महीने छह हजार रुपये देता रहा। और अब पाँच महीने हुए हैं, इस छोटे से फ्लैट में उनका पूरा अमीयापुर बस गया है।

बावन साल के गरीबी भरे जीवन-संघर्ष की यात्रा का यह परिणाम था।

उनके भीतर से सहज ही शब्द निकले—

“मोदी साहब जिंदाबाद।”

मैं गरीब के हृदय में घर मिलने की खुशी सुन रहा था।

घर मिला, घरपन अभी बाकी

सरकार भी कैसी! सिर पर छत दे दी, लेकिन घर में पानी पहुँचाना भूल गई। बस्ती के लिए बिल्डर ने एक बोर तो बनवाया, लेकिन उसका ₹८४,००० का बिजली बिल बाकी है। अब बस्ती के लोग खुद चंदा करके वह रकम जुटाने में लगे हैं, लेकिन अभी हिसाब पूरा नहीं बैठा है। ऊपर से हर महीने मेंटेनेंस का चंदा अलग।

तीन महीने से सब भागदौड़ कर रहे हैं, लेकिन बिल्डर सोसायटी के पंजीकरण की प्रक्रिया पूरी करके नहीं देता। निरक्षर या अल्पशिक्षित इन बस्तीवासियों के लिए वर्षों की झुग्गी-बस्ती के बाद मिला घर खुशी का अवसर होना चाहिए था; लेकिन पानी, बिजली, मेंटेनेंस और पंजीकरण की चिंता उस खुशी को धीरे-धीरे फीका कर रही है।

छत तो मिल गई, अब घरपन कब मिलेगा—बस यही इंतजार है।

बहुत-सी खम्मा

मेरे पिता को अहमदाबाद में अपना पचास वर्गमीटर का घर पाने में छप्पन साल लगे थे। उस संघर्ष का मैं साक्षी रहा हूँ। इसलिए हीराबेन और हीरालाल ने गरीबी की कितनी अग्निपरीक्षा दी होगी, यह समझने में मुझे देर नहीं लगी।

पूरी जिंदगी मजदूरी करना। बच्चों को पालना। उन्हें ब्याहना। सीमंत निभाना। बीमारी के सामने खड़े रहना। मेहमाननवाजी निभाना। और इन सबके बीच संस्कार, चरित्र और पीहर की लाज कभी न छोड़ना।

हिल्ली–लीली की जोड़ी में से आज एक वृद्ध बहन मेरे सामने बैठी थी; लेकिन उसकी आँखों में अभी भी वही सोलह साल की हीरा झिलमिला रही थी।

मेरे मन से केवल एक ही शब्द निकला—

बहुत-सी खम्मा, बहन।

२२ अगस्त २०२६

The Hilli–Lili Sisters: From Navnirman to Narol

In folk tales, a tiny spark often changes the history of an entire region. Such a spark emerged from the mess of L.D. Engineering College in Ahmedabad. When the students’ mess fees were increased, the protest that began on 20 December 1973 grew, by January, into the Navnirman Movement across Gujarat. Curfews, police firing and unrest spread through the cities. Several young people lost their lives. Finally, on 9 February, Chief Minister Chimanbhai Patel resigned, and on 16 March, following the dissolution of the Legislative Assembly, President’s Rule was imposed in the state.

I was in Class 9 at the time. Schools remained closed for more than two months. Annual examinations were cancelled, and we were collectively promoted to the next class. Only the matriculation examination was held, with grace marks being awarded. Schooling in the city had come to a halt, so our path turned towards the village.

Khushalbha’s Home

My father’s elder brother, Khushalbha, lived in our village. His wife, Kunwarba, and their three daughters—Heera, Leela and Kamla—lived with him. Poverty was a permanent guest in their courtyard.

Khushalbha had once worked in a mill in Ahmedabad, but after returning to the village, life gradually slipped downhill. Old debts, mortgaged land and the blows of fate eventually took away even his rights over the land. He then went from village to village selling old clothes; Kunwarba worked as a daily-wage labourer in the fields; and after the crop had been harvested, she would search the fields with a sickle for the grains left behind. Those few grains would eventually become rotis in their home.

Ration shops were hardly accessible in those days. One never knew when supplies would arrive or when they would run out. For the poor, grain earned through labour was therefore their real lifeline.

Rural poverty did not make a person old; it taught old age while one was still young.

Hilli–Lili

Heera was sixteen, Leela twelve, and Kamla only eight. Heera went to work with her mother, looked after the kitchen and cared for her younger sisters. Leela was almost her shadow. Everyone in the family affectionately called the two of them Hilli–Lili.

Khushalbha had only one concern in his heart: “My daughter should find a good home.”

Our elder paternal aunt Manek’s daughter was married in Bhadana village. A proposal came from there—for her brother-in-law, Hiralal. Heeri and Heero—the similarity in their names itself seemed written by destiny. The match was settled.

Then Khushalbha thought, “If two family ceremonies can be managed in one expense, so much the better.” In the same village, he found a simple, straightforward young man named Natubhai and fixed Leela’s marriage there too. Thus, the Hilli–Lili pair was to be married in the same village.

Akhatrij—25 April 1974. Both sisters were married from the same wedding pavilion in Bhatariya village. Despite his poverty, Khushalbha hosted the feast with great affection. Provisions were specially brought from Viramgam. Even today, one scene remains vivid before my eyes—the brass vessel from which the vegetable was being taken out of the boiling cauldron broke into pieces.

The Fun of Being an Anvar

I was Heera-ben’s anvar and Baldevbhai was Leela-ben’s. In those days, a bride stayed at her in-laws’ home for three or five days after the wedding, so we too had the opportunity to stay in Bhadana village.

We were both thirteen. I did not even have new clothes. I borrowed two Rajesh Khanna-style shirts from Prahlad, our neighbour from the chawl—shirts with rounded collars and rounded hems. That was the fashion then!

Our brothers-in-law, Hiralal and his elder brother Mohan, treated us like royalty because we were their saalas. In the morning there would be sev ni shirminisheero at noon, and ghee-laden khichdi at night. What greater heaven could an anvar ask for?

A Bharwad Village

All day we wandered around the pond on the outskirts of the village. There, for the first time, I saw people wearing brightly coloured clothes, carrying sticks and bringing their cattle to drink water. I was amazed. In the village, everyone seemed to wear white!

When I asked, I was told, “They are Bharwads.”

Bhadana was considered a Bharwad village. So much so that, to maintain peace, there were two ponds—one for the Bharwads and another for the Patels. Even water had its social boundaries, yet in everyday life everyone remained dependent on one another.

Those Mornings…

My most beautiful memory of the village is not of any fair or festival.

Before the temple bell rang in the morning, the whole village would already be awake. Women would be lighting their cooking fires, men heading out, farmers leaving for the fields. There was no hurry, no mental tension. The year revolved around sowing, harvesting and gathering the crops; the rest of life flowed gently in its familiar rhythm.

In the village, age was not measured in years but in Diwalis. Whoever had seen the most Diwalis was regarded as the elder and received everyone’s respect.

Uncle’s Affection

Heeraben was extremely dear to my father. Whenever there was an occasion concerning his niece, even poverty became small before his affection. When there was no money to have silver anklets made for Heera’s simant ceremony, he had his own finger gold ring cut and sold, simply to uphold the dignity of the occasion.

Once, Heeraben came to visit him. Lapsi had been prepared for the meal, but there was no ghee at home, so my mother served oil with it instead. After Heera had eaten and left, my father came to know about it. He immediately took a rickshaw, called his sister back, bought ghee from the market and served her lapsi with ghee. Only after his daughter had eaten a spoonful of ghee did his heart find peace.

That was my father, Khemchand Valji—poor, perhaps, but never poor when it came to family’s daughter’s dignity.

Fifty-Two Years Later

Time grew wings and flew away.

Today, after fifty-two years, I finally went to Heeraben’s home. When I woke up that morning, I had no such plan. Ujjwal had a holiday and I had to go to the dental hospital. Suddenly, an impulse came: “Let’s go to Narol.”

I told neither Ujjwal nor Lakshmi. I simply opened Google.

But Google too seemed determined to add a little folk-tale flavour. Instead of Pooja Nagar, it took us to Pooja Farm. Then the police outpost, then the wrong D-6 number, then Sat Maliya, then Lakshmipara… Finally, we discovered the actual destination: Chamundanagar, B Block, first floor, Flat No. 106.

My niece Ramila was waiting downstairs to receive us.

Hiralal was recovering from illness. His blood pressure had risen and he had required six bottles of IV treatment. He seemed perfectly coherent in conversation, but age and illness were visible on his face and body. Just then Ramila called Heeraben, who came rushing from L.G. Hospital. The moment she saw her brother, her eyes filled with tears.

A daughter of Chuvāl cannot leave without taking ovaranā of her brother; until then, the reunion remains incomplete.

Amiyapur

What could Heeraben say? Looking towards the house, she simply said,

“Brother, we have come this far now.”

A one-bedroom apartment. About thirty square metres. A home under the Prime Minister’s slum-rehabilitation scheme.

They had spent forty years in the slums of Narol. Once, during their daughter’s wedding, the thatched hut caught fire and everything they possessed was reduced to ashes. They worked as labourers for years. Eventually, their settlement was covered under the Prime Minister’s rehabilitation scheme and the huts were vacated. They lived in rented accommodation for five years; the builder paid them ₹6,000 a month. And now, for the past five months, their entire little Amiyapur has been settled in this small flat.

It was the culmination of fifty-two years of a life marked by poverty and struggle.

From somewhere deep within came the spontaneous words:

“Modi Saheb Zindabad.”

I was listening to the joy in a poor person’s heart at finally having a home.

A Home Has Been Given, But Home-Making Is Still Pending

What a government! It gave them a roof over their heads, but forgot to bring water into the homes. The builder did construct a borewell for the settlement, but an electricity bill of ₹84,000 remains unpaid. The residents are now collecting contributions among themselves to pay it, but they have still not managed to raise the full amount. On top of that, there is the monthly maintenance collection.

For three months, everyone has been running from pillar to post, but the builder has still not completed the process of registering the society. For these illiterate or barely educated residents, the home they received after decades in the slums should have been an occasion of pure joy. Instead, worries about water, electricity, maintenance and registration are slowly dimming that happiness.

They have received a roof; now they are waiting to receive a sense of home.

Many Khammā

It took my father fifty-six years to acquire his own fifty-square-metre house in Ahmedabad. I had witnessed that struggle. So it did not take me long to understand how many trials Heeraben and Hiralal must have endured through poverty.

A lifetime of labour. Raising children. Getting them married. Performing the simant ceremonies. Standing by the family in illness. Looking after guests and social obligations. And through it all, never compromising on values, character or the honour of their parental home.

Of the Hilli–Lili pair, one elderly sister now sat before me; yet in her eyes I could still see the same sixteen-year-old Heera shining.

Only one phrase rose from my heart:

Many khammā, sister.

22 August 2026


2 comments:

  1. Sirji pranam kharekhar potiki katha vyatha hoy tevi vedana samvedna anubhavi. Viti hoy te jane. Ma bap kaka bhheno.......darun sanghrshmama pan antarno vishuddh prem kharekhar radayne bhijvi gayo frithi radaypuravak vandan🙌🙌👍👌👏👏👏👏👏

    ReplyDelete
  2. Sirji pranam kharekhar potiki katha vyatha hoy tevi vedana samvedna anubhavi. Viti hoy te jane. Ma bap kaka bhheno.......darun sanghrshmama pan antarno vishuddh prem kharekhar radayne bhijvi gayo frithi radaypuravak vandan🙌🙌👍👌👏👏👏👏👏

    ReplyDelete

Powered by Blogger.