Tuesday, June 2, 2026

ભગવાન કોણ?

ભગવાન કોણ?

માણસનું પોતાનું ધાર્યું થાય નહીં એટલે ભગવાનને દોષ આપે અથવા તેને ભગવાનની મરજી કહીને છોડી દે. આ જન્મના કર્મનું કોઈ ધ્યાન ન આપે અને પૂર્વજન્મના કર્મના નામે દોષનો ટોપલો પોતાની નબળાઈ પરથી હટાવી લે.

જીવન કેટલું? શરૂઆતનાં ૨૦-૨૫ વર્ષ ભણતરમાં જાય, પછીનાં ૨૫-૩૦ વર્ષ રોજગારી અને સુવિધાઓના ઉપાર્જનમાં, અને છેલ્લાં ૨૫-૩૦ વર્ષ સંતાનોના સહારે અથવા નોકરીમાંથી નિવૃત્ત થયા હોય તો પેન્શનના સહારે વીતી જાય.

એક જીવન એવું કે કોઈ આયોજન કે જાગૃતિ વિના સવારે ઊઠ્યાં અને સાંજે ઊંઘી ગયા એમ દિવસો, મહિના અને વર્ષો વીતી જાય. ક્યારેક પાછું વળી જુએ ત્યારે ખબર પડે કે જીવનની ટ્રેન હજી તો પ્લેટફોર્મ પર જ ઊભી છે; તેની પટરી પરથી એક ઇંચ પણ ખસી નથી. ન કોઈ દોરવણી હતી, ન દોરવણી મેળવવાની તમન્ના.

જીવન છે એટલે ટાઢ અને તડકો બંને આવવાના. સુખ મળે અને દુઃખ પણ. અકસ્માત આવે અને બીમારી પણ. જન્મ, જરા અને મૃત્યુથી કોણ છૂટી શકે? કોઈ નહીં. રાય હોય કે રંક.

જીવનમાં આગળ વધવું હોય તો જાગી જવું પડે. ઊઠ્યાં ત્યાંથી સવાર. બસ, માણસ હડફ દઈને ઊભો થઈ જાય, જાગી જાય અને પુરુષાર્થ કરવા મંડી પડે. ભારતીય ઉપનિષદો કંઈક આવી જ શિક્ષા આપે છે. કુરાન પણ ઇકરા (શિક્ષા), ઇલ્મ (જ્ઞાન અને કૌશલ્ય) તથા તાલીમની વાત કરે છે.

તેથી જે ભણતાં હોય તે ભણવામાં તન-મન પૂરું લગાવે. જે મધ્યાવસ્થામાં હોય અને ગૃહસ્થ હોય તે કમાણી વધારે, ખોટા ખર્ચા બંધ કરે, યોગ્ય બચત અને રોકાણ કરે, વ્યસન મુક્ત રહે તથા ભણનારાઓને પ્રોત્સાહિત કરે. જે વાનપ્રસ્થમાં આવી ગયા હોય તે સાવ નિવૃત્ત થવાને બદલે પોતાના ભરણપોષણ જેટલું આર્થિક ઉપાર્જન ચાલુ રાખે અને કુટુંબ સંધાય તેવા કાર્યોમાં ઊભા રહે. બિનજરૂરી ખટપટ, અંધશ્રદ્ધા અને બીજાનું બૂરું જોવાની વૃત્તિમાંથી બહાર આવે.

જે ત્રણેય તબક્કા પાર કર્યા પછી જીવે છે તે પોતાને નસીબદાર સમજે. આ જીવન, આ પૃથ્વી અને આ સંસારનો આભાર માને. પોતાના તનને તંદુરસ્ત રાખે અને મનને ભગવાનના ભજનમાં લીન રાખે.

પરંતુ વાત તો અધૂરી રહી ગઈ. આ ભગવાન કોણ? ક્યાં રહે?

કોઈ ઉપર જોયા કરે. ત્યાં અનંત વર્ષો સફર કરીએ તો ખુલ્લા આકાશ અને અવકાશી પદાર્થો સિવાય બીજું કંઈ નથી. તેવું તો આકાશ અને પદાર્થો આપણી આજુબાજુ પણ છે. કોઈ મંદિરની મૂર્તિમાં ભગવાન જુએ, તો મૂર્તિઓ તો મંદિરો અને દુકાનોમાં પાર વગરની છે. તેમાંથી સાચી કઈ? કોઈ માતા-મઢમાં જુએ, તો વેણ-વધાવા તો એકી-બેકી સંખ્યામાં જ આવવાના. ઘઉંના દાણા જુઓ કે કાંકરા, એકી નહીં તો બેકી આવવાના. દાણા પડવાથી કોઈ પાસ કે ફર્સ્ટ ક્લાસ થઈ શકે નહીં. ગરીબ ધનવાન થઈ શકે નહીં. રોગી નિરોગી થઈ શકે નહીં. આપણી તકલીફનું કારણ શોધી તેનો ઉપાય ન કરીએ તો બધું નકામું. જે ભૂવાને પોતાનું જ ભાન ન હોય તે ધૂણીને બીજાનું ભલું કરે, તે ક્યારેય બનવાનું નથી. તેનું ધ્યાન તેના સ્વાર્થ અને મહત્વ મેળવવા તરફ વધારે રહેવાનું.

તો પછી આ ભગવાનને ગોતવો ક્યાં?

ભગવાન પણ ખરો! બધાને બહાર ખોળતા કરી, તે ખોળનારાના હૃદયમાં જઈને બેસી ગયો. આપણી નજર બધે જાય, પરંતુ પોતાના પર ન જાય. આ બગબગાટ અજવાળું ચોવીસે કલાક આપણી સાથે રહે છે. આપણે ખાઈએ, પીએ, હરીએ, ફરીએ, બોલીએ, વિચારીએ, કામ કરીએ, થાકીએ તો ઊંઘી જઈએ, ઊંઘીને પાછા ઊઠીએ, કોઈને સ્પર્શ કરીએ, કંઈક ગંધ લઈએ, કંઈક સાંભળીએ, કંઈક જોઈએ; શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધનો આટલો મોટો ભંડાર ભોગવીએ, છતાં તેના ભોગવનારા અને તેને અજવાળું આપતી ચેતનાશક્તિ પર આપણું ધ્યાન જ ન જાય. ભગવાન ત્યાં છે.

ભજવું હોય તો તે ચૈતન્યને ભજો. તમારા એકલામાં નહીં, પરંતુ ચારેકોર તમારી આજુબાજુ ફેલાયેલી એ વિરાટ ઊર્જાનો અનુભવ કરો. એ એકલો તમારી પાસે નથી; તમારી પત્ની કે પતિ, સંતાનો, વહુઓ, ભાઈ-ભાંડુઓ, મિત્રો, સગાં-સ્નેહીઓ, શત્રુઓ, હિતેચ્છુઓ અને હિતશત્રુઓ—બધામાં તે જ બનીને બેઠો છે. “અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે.” જે હું છું તે જ તું અને તે છે. હવે પ્રશ્ન થાય કે કોના પ્રત્યે રાગ કરું? કોનો દ્વેષ કરું? શું ઈર્ષ્યા અને અદેખાઈની આગમાં મારું અને બીજાનું આયખું બગાડી દઉં કે એકબીજાને મદદરૂપ થઈ બધાની ભલાઈ પર ધ્યાન આપું?

જીવન તો ક્રિકેટ મેચની એક ઇનિંગ છે. સેન્ટુરી મારું કે શૂન્ય પર આઉટ થાઉં, આ રંગમંચ પરનો એક કિરદાર નિભાવીને બસ અદૃશ્ય થઈ જવાનું છે. અવ્યક્ત હતો, વ્યક્ત થયો અને ફરી પાછો અવ્યક્ત થઈ જવાનો.

ભૂતકાળ હવે બદલી શકવાનો નથી. જે ગયું તે ગયું. ભવિષ્યની તો રાજા રામને પણ ખબર નહોતી. તેથી બાકી રહ્યું તે વર્તમાન. અબ ઘડી. આ ઘડીને ઘડવાનું શરૂ કરીએ, તો જેમ કાંકરે કાંકરે પાળ બંધાય અને ટીંપે ટીંપે સરોવર ભરાય, તેમ ધીમે ધીમે મક્કમ રીતે કરેલા પ્રયાસો ઉન્નતિ તરફ લઈ જશે—શારીરિક, માનસિક અને આત્મિક જીવનની ઉન્નતિ.

એ ચૈતન્ય ભગવાનને ભજો, જે તમારી ચેતનામાં વસેલો છે. તેને હર પળે નમન કરી, શુદ્ધ હૃદયથી તેના આશીર્વાદ મેળવી કાર્યનો આરંભ કરો. તમને નિરાશા નહીં મળે.

સાથે સાથે સંતોષ રાખજો. બીજાનું જોઈને બળવાને બદલે, તેનામાંથી સારું જોઈ, તેની નકલ કરી અને તે માર્ગે આગળ વધશો તો સફળ થશો.

જો, સોબતથી સાવધાન રહેજો—તમારી પણ અને તમારા સંતાનોની પણ. એક જૈન મુનિ મને કહેતા કે આંબાની કેરીનો મીઠો સ્વાદ પૂરો લેવો હોય તો તેના ૧૦૦ જોજનમાં પણ લીમડો ન હોવો જોઈએ; નહીં તો લીમડાની કડવાશ તેમાં આવી જાય. તેથી આપણે કોની સાથે ઊઠીએ, બેસીએ, બોલીએ, ફરીએ; શું જોઈએ, શું સાંભળીએ અને શું ગ્રહણ કરીએ—તે બધાની અસર આપણા તન, મન, વિચારો અને બુદ્ધિ પર પડવાની જ. પરિણામ પણ આવવાનું જ—ક્યાં તો જીવન સ્વાદિષ્ટ બનશે, અથવા કડવું. પસંદગી આપણે કરવાની છે.

આત્મવિશ્વાસ અને આત્માનુસંધાન જ સફળતાની ચાવી છે; વેણ, વધાવા અને દોરા નહીં. બોકડો વધેરો કે સુખડી ધરો, સાચું સુખ અને ભગવાન કે માતા તમારા અંતરમાં જ છે. શોધશો તો મળશે, કારણ કે તે એક મિલીમીટર જેટલો પણ દૂર નથી.


૨ જૂન, ૨૦૨૬


भगवान कौन?

मनुष्य की अपनी इच्छा पूरी नहीं होती तो वह भगवान को दोष देता है या फिर उसे भगवान की इच्छा कहकर छोड़ देता है। इस जन्म के कर्मों पर ध्यान नहीं देता और पूर्वजन्म के कर्मों के नाम पर दोष का बोझ अपनी कमजोरी से हटाकर कहीं और डाल देता है।

जीवन कितना है? शुरुआती 20-25 वर्ष शिक्षा में बीत जाते हैं, अगले 25-30 वर्ष रोजगार और सुविधाओं के अर्जन में, और अंतिम 25-30 वर्ष संतान के सहारे या नौकरी से निवृत्त होने पर पेंशन के सहारे गुजर जाते हैं।

एक जीवन ऐसा भी होता है जिसमें बिना किसी योजना और जागरूकता के सुबह उठे और शाम को सो गए; इसी तरह दिन, महीने और वर्ष बीत जाते हैं। कभी पीछे मुड़कर देखते हैं तो पता चलता है कि जीवन की रेलगाड़ी अभी भी प्लेटफ़ॉर्म पर ही खड़ी है; अपनी पटरी से एक इंच भी आगे नहीं बढ़ी। न कोई मार्गदर्शन था, न मार्गदर्शन पाने की इच्छा।

जीवन है तो ठंड और धूप दोनों आएँगे। सुख मिलेगा तो दुःख भी मिलेगा। दुर्घटनाएँ आएँगी तो बीमारियाँ भी आएँगी। जन्म, जरा और मृत्यु से कौन बच सकता है? कोई नहीं—चाहे राजा हो या रंक।

जीवन में आगे बढ़ना हो तो जागना पड़ता है। जहाँ जागे, वहीं से सवेरा। बस, मनुष्य झटके से उठ खड़ा हो, जाग जाए और पुरुषार्थ में लग जाए। भारतीय उपनिषद कुछ ऐसी ही शिक्षा देते हैं। कुरान भी इकरा (शिक्षा), इल्म (ज्ञान और कौशल) तथा तालीम की बात करती है।

इसलिए जो विद्यार्थी हैं वे पढ़ाई में तन-मन लगा दें। जो गृहस्थ जीवन के मध्य चरण में हैं, वे अपनी आय बढ़ाएँ, अनावश्यक खर्च बंद करें, उचित बचत और निवेश करें, व्यसनमुक्त रहें तथा पढ़ने वालों को प्रोत्साहित करें। जो वानप्रस्थ अवस्था में पहुँच गए हैं, वे पूर्णतः निष्क्रिय होने के बजाय अपने भरण-पोषण जितना आर्थिक अर्जन जारी रखें और परिवार को जोड़ने वाले कार्यों में सक्रिय रहें। अनावश्यक झगड़ों, अंधविश्वासों और दूसरों की बुराई देखने की प्रवृत्ति से बाहर आएँ।

जो इन तीनों चरणों को पार कर लेने के बाद भी जीवन जी रहे हैं, वे स्वयं को भाग्यशाली समझें। इस जीवन, इस पृथ्वी और इस संसार के प्रति कृतज्ञ रहें। अपने शरीर को स्वस्थ रखें और मन को भगवान के स्मरण में लगाएँ।

परंतु बात अभी अधूरी रह गई। यह भगवान कौन है? कहाँ रहता है?

कोई ऊपर देखता है। वहाँ यदि अनंत वर्षों तक यात्रा करें तो खुले आकाश और खगोलीय पिंडों के अतिरिक्त कुछ दिखाई नहीं देता। ऐसा आकाश और ऐसे पिंड तो हमारे चारों ओर भी हैं। कोई मंदिर की मूर्ति में भगवान को देखता है, तो मूर्तियाँ मंदिरों और दुकानों में असंख्य हैं। उनमें से सही कौन-सी है? कोई माता-मढ़ में देखता है, तो वेण-वधावा तो एकी-बेकी संख्या में ही आने वाले हैं। गेहूँ के दाने हों या कंकड़, परिणाम एकी या बेकी ही होगा। दाने गिराने से कोई परीक्षा में पास या प्रथम श्रेणी प्राप्त नहीं कर सकता। गरीब अमीर नहीं बन सकता। रोगी निरोग नहीं हो सकता। यदि हम अपनी समस्या का कारण खोजकर उसका समाधान न करें, तो सब व्यर्थ है। जिसे स्वयं का ही बोध न हो, वह बडवा-भूआ दूसरों का कल्याण कर देगा—ऐसा कभी नहीं होने वाला। उसका ध्यान अधिकतर अपने स्वार्थ और महत्व प्राप्त करने पर ही रहेगा।

तो फिर इस भगवान को कहाँ खोजें?

भगवान भी बड़ा अद्भुत है! सबको बाहर खोजने में लगा दिया और स्वयं खोजने वाले के हृदय में जाकर बैठ गया। हमारी दृष्टि हर जगह जाती है, पर अपने ऊपर नहीं जाती। यह चेतना का प्रकाश चौबीसों घंटे हमारे साथ रहता है। हम खाते हैं, पीते हैं, चलते-फिरते हैं, बोलते हैं, सोचते हैं, काम करते हैं, थककर सो जाते हैं, फिर जागते हैं; किसी को स्पर्श करते हैं, कुछ सूँघते हैं, कुछ सुनते हैं, कुछ देखते हैं। शब्द, स्पर्श, रूप, रस और गंध का इतना विशाल भंडार अनुभव करते हैं, फिर भी अनुभव करने वाले और उसे प्रकाश देने वाली चेतना पर हमारा ध्यान ही नहीं जाता। भगवान वहीं है।

यदि भजना हो तो उस चैतन्य को भजो। केवल अपने भीतर नहीं, बल्कि अपने चारों ओर फैली हुई उस विराट ऊर्जा का अनुभव करो। वह केवल तुम्हारे भीतर नहीं है; तुम्हारी पत्नी या पति, संतान, बहुएँ, भाई-बंधु, मित्र, सगे-संबंधी, शत्रु, हितैषी और अहितैषी—सभी में वही विद्यमान है।

“अखिल ब्रह्मांड में एक तू श्रीहरि, विविध रूपों में अनंत दिखाई देता है।”

जो मैं हूँ, वही तुम हो और वही वह है। तब प्रश्न उठता है कि मैं किससे राग करूँ और किससे द्वेष? क्या ईर्ष्या और जलन की आग में अपना और दूसरों का जीवन नष्ट कर दूँ, या एक-दूसरे के सहायक बनकर सबके कल्याण पर ध्यान दूँ?

जीवन तो क्रिकेट मैच की एक पारी के समान है। मैं शतक बनाऊँ या शून्य पर आउट हो जाऊँ, इस रंगमंच पर अपनी भूमिका निभाकर अंततः अदृश्य हो जाना है। अव्यक्त था, व्यक्त हुआ और फिर अव्यक्त हो जाना है।

भूतकाल अब बदला नहीं जा सकता। जो बीत गया, सो बीत गया। भविष्य का ज्ञान तो राजा राम को भी नहीं था। इसलिए जो शेष है, वह वर्तमान है—यही क्षण।

यदि इस क्षण को गढ़ना प्रारंभ करें, तो जैसे कंकड़-कंकड़ से बाँध बनता है और बूँद-बूँद से सरोवर भरता है, वैसे ही धीरे-धीरे और दृढ़ता से किए गए प्रयास हमें उन्नति की ओर ले जाएँगे—शारीरिक, मानसिक और आध्यात्मिक उन्नति की ओर।

उस चैतन्य भगवान का स्मरण करो जो तुम्हारी चेतना में निवास करता है। प्रत्येक क्षण उसे प्रणाम करके, शुद्ध हृदय से उसका आशीर्वाद प्राप्त कर अपने कार्यों का आरंभ करो। तुम्हें निराशा नहीं मिलेगी।

साथ ही संतोष भी बनाए रखो। दूसरों को देखकर जलने के बजाय, उनमें जो अच्छा है उसे देखकर सीखो, उसका अनुकरण करो और उसी मार्ग पर आगे बढ़ो; सफलता अवश्य मिलेगी।

और हाँ, संगति से सावधान रहो—अपनी भी और अपने बच्चों की भी। एक जैन मुनि मुझसे कहते थे कि यदि आम की केरी का पूरा मधुर स्वाद लेना हो, तो उसके सौ योजन के भीतर भी नीम का वृक्ष नहीं होना चाहिए; अन्यथा उसकी कड़वाहट उसमें आ जाएगी। इसलिए हम किन लोगों के साथ उठते-बैठते हैं, क्या देखते हैं, क्या सुनते हैं और क्या ग्रहण करते हैं—इन सबका प्रभाव हमारे शरीर, मन, विचारों और बुद्धि पर पड़ता ही है। परिणाम भी अवश्य आता है—या तो जीवन मधुर बनेगा या कड़वा। चुनाव हमें करना है।

आत्मविश्वास और आत्मानुसंधान ही सफलता की कुंजी हैं; वेण-वधावा और धागे नहीं। चाहे बकरे की बलि दो या सुखड़ी चढ़ाओ, सच्चा सुख, सच्चा भगवान और सच्ची माता तुम्हारे भीतर ही हैं। खोजोगे तो मिलेंगे, क्योंकि वे तुमसे एक मिलीमीटर भी दूर नहीं हैं।

२ जून, २०२६

Powered by Blogger.